રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં કમળાપુર પાસે ટ્રક અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં બાઇક પર સવાર બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા છે.
ટ્રક પણ પલટી ખાઈ ગયો
અકસ્માત એટલો જોરદાર હતો કે બાઇક સાથે અથડાયા બાદ ટ્રક પણ પલટી ખાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ, બાઇક પર જઈ રહેલા બંને યુવકો ટ્રકની અડફેટે આવતા બંનેના સ્થળ પર જ મોત થયા હતા
અકસ્માત બાદ આસપાસના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
પોલીસ ઘટનાસ્થળે પહોંચી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતના કારણે માર્ગ પર થોડા સમય માટે ટ્રાફિક પણ ખોરવાયો હતો. પોલીસ દ્વારા અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે. આ ગમખ્વાર અકસ્માતથી વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
આ પણ વાંચો---- Rajkot : ખોડલધામમાં આનંદીબેન પટેલની પુત્રી અનાર પટેલને સંગઠન અધ્યક્ષ તરીકે જવાબદારી સોંપાઇ