રાજકોટ શહેરમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી છે. રાજકોટના કોઠારિયા વિસ્તારમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં અચાનક આગ ફાટી નીકળ્યા બાદ જોરદાર બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં એક જ પરિવારના અથવા આસપાસના કુલ 5 જેટલા લોકો ગંભીર રીતે દાઝી ગયા હોવાનું સામે આવ્યું છે.
સિલિન્ડરમાં જોરદાર ધડાકો થયો
ઘટનાની વિગત મુજબ, કોઠારિયા વિસ્તારમાં એક રહેણાંક મકાનમાં રસોઈ બનાવવાની પ્રક્રિયા ચાલી રહી હતી, ત્યારે ગેસ સિલિન્ડરમાં લીકેજ અથવા અન્ય કોઈ કારણોસર આગ લાગી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સિલિન્ડરમાં જોરદાર ધડાકો થયો હતો. આ બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે, આસપાસના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.













