રાજકોટ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને પડકારનારા અસામાજિક તત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડાની બોટલો વડે હુમલો કરનાર મુખ્ય આરોપી જેનિસ મહાજન અને તેના ચાર સાગરીતોની પોલીસે ધરપકડ કરી તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.
ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર ફેંકી હતી બોટલ
થોડા સમય પૂર્વે જેનિસ મહાજન અને તેના સાગરીતોએ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન પર સોડા બોટલ ફેંકી હુમલો કર્યો હતો. પોલીસ પર હુમલો કરીને ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર આ પાંચેય આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા હતા. રૈયા ચોકડી પોલીસ દ્વારા આ તમામ આરોપીઓનું ભોગ બનેલા વિસ્તારોમાં જાહેરમાં સરઘસ કાઢવામાં આવ્યું હતું.













