​એન્જિનિયરિંગ કન્સ્ટ્રક્શન વિભાગ દ્વારા લાખાબાવળ સ્ટેશન પર બંને પ્લેટફોર્મ તથા ફૂટ ઓવર બ્રિજ (FOB)નું કાર્ય પૂર્ણ કરી તેને સંચાલન માટે સોંપવામાં આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ​અગાઉ તારીખ ૨૬ ફેબ્રુઆરીથી ૫ માર્ચ, ૨૦૨૬ સુધી નીચે મુજબની ટ્રેનોના સ્ટોપેજ કામચલાઉ ધોરણે રદ કરવામાં આવ્યા હતા, જે હવે ફરી શરૂ કરી દેવામાં આવ્યા છે.


પુનઃ શરૂ કરાયેલા સ્ટોપેજની વિગત:

​૧) ટ્રેન સંખ્યા ૧૯૨૦૯ ભાવનગર–ઓખા એક્સપ્રેસ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ

૨) ટ્રેન સંખ્યા ૧૯૨૧૦ ઓખા–ભાવનગર એક્સપ્રેસ: ૦૧.૦૩.૨૦૨૬ થી શરૂ

૩) ટ્રેન સંખ્યા ૫૯૫૫૨ ઓખા–રાજકોટ લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ

૪) ટ્રેન સંખ્યા ૫૯૫૫૧ રાજકોટ–ઓખા લોકલ: ૨૮.૦૨.૨૦૨૬ થી શરૂ

​હવે ઉપરોક્ત ટ્રેનો લાખાબાવળ સ્ટેશન પર નિયમ મુજબ ઉભી રહેશે

​રેલ મુસાફરોને વિનંતી છે કે તેઓ ટ્રેનોના પરિચાલન સંબંધિત અદ્યતન માહિતી માટે www.enquiry.indianrail.gov.in પર અવલોકન કરે, જેથી કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય.


આ પણ વાંચો : Banaskantha News : વાવ થરાદમાં SOG પોલીસની મોટી કાર્યવાહી, 5 કિલોથી વધુના હેરોઇન સાથે એકની ધરપકડ


 

  • Follow us on: