રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકાના હડમતિયા ગામે જે કેનાલનું રીપેરીંગ કામ ઉનાળા સમય દરમિયાન થવું જોઈએ તે અત્યારે થઈ રહ્યું છે જેના કારણે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે


 ખેડૂતોનો આક્ષેપ

 ધોરાજી ના હડમતીયા ગામે ભાદર એક ની કેનાલ મારફતે પાણી હજુ સુધી છોડવામાં આવ્યું નથી અને ઉનાળામાં જે રીપેરીંગ કામ કેનાલ નું કરવામાં આવુ જોઈએ તેમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તેથી ફરી રીપેરીંગ કામ અને સાફસફાઈ ફરી કરવામાં આવી રહ્યું છે તેવો ખેડૂતોનો આક્ષેપ છે.

કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી

રવિ પાક માટે ખેડૂતો‌નો પાકોમાં સિંચાઈની તાતી જરૂરિયાત હોય છે પણ અત્યાર સુધી હડમતીયા કે પછી આખા વિસ્તારમાં ક્યાંય કેનાલનું પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતોના ખેતરમાં સિંચાઈનું પાણી પોતાના કુવા કે બોરમાંથી લઈ પોતાના ખેતરમાં પાકો ને પાણી આપી રહયા છે.

ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની વેઠવી પડી હતી

ચોમાસું દરમિયાન ભારે વરસાદ બાદ શિયાળું સત્રમાં કમોસમી વરસાદ થી ખેડૂતોને પાકોમાં ભારે નુકસાની વેઠવી પડી હતી અને હવે રવિ પાક નું વાવેતર કર્યું હોય અને ભાદર એક કેનાલ મારફત અત્યાર સુધી સિંચાઈનું પાણી છોડવામાં આવ્યું નથી અને ઘણા ખેડૂતો એ પોતાના ખેતરે માં દાર‌ કે કુવો હોય અને પોતાના પાકો ને પાણી પાવું પડે તેમ છે. કેનાલ અધિકારી ખેડૂતો ધમકાવી ને ફોજદારી ફરીયાદ નોંધવામાં આવશે તેમ જણાવી રહ્યા છે.

 રામધુન બોલાવી ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો

આજે હડમતીયા ગામે ભાદર એક કેનાલ નજીક ખેડૂતો એકત્રીત થઈ ને રામધુન બોલાવી ને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને સરકાર આવા અધિકારો અને કોન્ટ્રાકટર ઉપર યોગ્ય તપાસ કરી યોગ્ય પગલાં લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા અને કેનાલ જે સમયે રીપેરીંગ કામ કરવું જોઈએ ત્યારે ભ્રષ્ટાચાર આચરવામાં આવેલ અને ફરી રીપેરીંગ કામ ની આડમાં ખેડૂતો ને હેરાન કરી રહ્યા છે. હજુ સુધી કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું નથી અને ખેડૂતો ને પોતાના પાકોને ભારે નુકસાની થઈ શકે તેમ છે તેથી સરકારે યોગ્ય સમયે કેનાલ માંથી પાણી છોડવું જોઈએ તેવું ખેડૂતો જણાવી રહ્યા હતા.


આ પણ વાંચો-----Gandhinagar : ગુજરાત બજેટ સત્રને લઈને મોટા સમાચાર, 16 ફેબ્રુઆરીથી મળશે બજેટ સત્ર

  • Follow us on: