સ્માર્ટ સિટી રાજકોટમાં હાલ ઠંડીનો પારો ગગડી રહ્યો છે, ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પાણીકાપની જાહેરાત કરવામાં આવતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. 17 જાન્યુઆરીના રોજ રાજકોટ શહેરના પોપટપરા અને રેલનગર વિસ્તારમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવશે, જેને કારણે હજારો પરિવારોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે.
શા માટે રાખવામાં આવ્યો પાણીકાપ?
રાજકોટ મહાનગરપાલિકાના જણાવ્યા અનુસાર, પાણી પુરવઠો પૂરો પાડતી મુખ્ય પાઈપલાઈનમાં રિપેરિંગની તાતી જરૂરિયાત ઉભી થઈ છે. લાઈન રિપેરિંગની કામગીરીને પહોંચી વળવા માટે તંત્ર દ્વારા આ આયોજનબદ્ધ પાણીકાપ જાહેર કરવામાં આવ્યો છે. જોકે, ભર શિયાળે આ રીતે અચાનક પાણીકાપ આવતા ગૃહિણીઓનું બજેટ અને દિનચર્યા ખોરવાઈ જવાની ભીતિ છે.













