રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે અનોખી સફળતા મેળવી અને ઉત્તર પ્રદેશની ધુળધોયા ગેંગના ચાર સભ્યોને ઝડપી પાડ્યા છે. આ ગેંગ પર આરોપ છે કે તેમણે શહેરના કુવાડવા રોડ પર આવેલા વી.કે. જ્વેલર્સની ગોલ્ડ રિફાઇનરીમાંથી 11 લાખથી વધુના ગોલ્ડ ડસ્ટની ચોરી કરી હતી.
ચોરી કરતી વખતે તમામ ક્રિયા CCTV કેમેરામાં કેદ
પોલીસના જણાવ્યા અનુસાર, ચોરી કરતી વખતે તમામ ક્રિયા CCTV કેમેરામાં કેદ થઈ હતી. તસવીરો તપાસ દરમિયાન મળતા આરોપીઓની ઓળખ કરવામાં આવી. ક્રાઇમ બ્રાન્ચે તપાસને આગળ વધારી દિલ્હીમાંથી ચાર આરોપીઓને પકડયા છે.













