રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આજી નદીના કાંઠે થનારા અત્યાર સુધીના સૌથી મોટા ડિમોલિશનને લઈને મહાનગરપાલિકાના કમિશનર તુષાર સુમેરાએ મહત્વનું નિવેદન આપ્યું છે. આવતીકાલે યોજાનારી આ મેગા કામગીરી માટે તંત્રએ તમામ તૈયારીઓ લોખંડી બનાવી દીધી છે. કમિશનરના જણાવ્યા મુજબ અત્યાર સુધીમાં 700 થી વધુ મકાનો મુસાફરો દ્વારા ખાલી કરી દેવામાં આવ્યા છે.
ખાલી થયેલા મકાનોમાં ડિમોલિશન કામગીરી કરાશે
તંત્ર દ્વારા સૌ પ્રથમ આ ખાલી થયેલા મકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. સુરક્ષાને ધ્યાનમાં રાખીને જે વિસ્તારોમાં ડિમોલિશન થવાનું છે, ત્યાંના વીજ જોડાણો રદ કરી દેવામાં આવ્યા છે. ડિમોલિશન માટે મનપાએ પૂરી તૈયારી કરી લીધી છે. સ્થળ પર 64 જેસીબી, ટ્રેક્ટરો અને ટ્રોલીઓ સહિતની તમામ જરૂરી મશીનરી તૈનાત કરી દેવામાં આવી છે.













