રાજકોટ જિલ્લાના ધોરાજીમાં આજે એક ગમખ્વાર હિટ એન્ડ રનનો બનાવ સામે આવ્યો છે. ધોરાજી-જેતપુર નેશનલ હાઈવે પર ભૂખી ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહને મોટરસાયકલ પર સવાર બે યુવાનોને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માત સર્જી વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.
ઘટનાની વિગતો
ઘટનાની મળતી માહિતી અનુસાર, ઉમેશભાઈ સોલંકી અને વસંતભાઈ સોલંકી નામના બે વ્યક્તિઓ પોતાનું ગુજરાન ચલાવવા માટે મોટરસાયકલ પર સવાર થઈ ધોરાજીની ભૂખી ચોકડીથી ગોંડલ તરફ કામે જઈ રહ્યા હતા. આ દરમિયાન જેતપુર રોડ પર પાછળથી પૂરઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહન ચાલકે તેમના મોટરસાયકલને હડફેટે લીધું હતું. ટક્કર એટલી પ્રચંડ હતી કે બંને યુવાનો રોડ પર પટકાયા હતા અને તેમને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.













