મેગા ડિમોલિશનને લઇ કંટ્રોલ રુમ બનાવાયો છે અને સ્વૈચ્છિક દબાણ દૂર કરનારને મનપા કરી રહી છે મદદ જેમાં 7 જેટલી ટીમ 14 શેરીમાં ડિમોલિશન કરશે અને 4થી વધુ લોકોના ભેગા થવા પર પ્રતિબંધ મુકાયો છે, 1487 અસરગ્રસ્તોને નોટિસ ફટાકારાઇ છે અને 87,700 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાશે.
રાજકોટ મનપાએ ડિમોલિશનને લઈ કામગીરી કરી શરૂ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં આવતીકાલે વહેલી સવારથી જ ભારે તંગદિલી વચ્ચે મનપા દ્વારા મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, વર્ષો જૂના ગેરકાયદે દબાણો લોકો જાતે જ દૂર કરે તે માટે તંત્ર મેદાનમાં ઉતર્યું છે અને આજે સવારથી જ આ વિસ્તાર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયુ છે. મનપા કમિશનર તુષાર સુમેરાના આદેશ બાદ, તંત્રએ ગેરકાયદે મકાનો અને દુકાનો વિરુદ્ધ કડક ઝુંબેશ શરૂ કરી છે, મનપાએ ડિમોલિશનને લઈને એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
700થી વધુ મનપા કર્મચારીઓ મેદાનમાં છે
એક તરફ તંત્ર કાયદેસરની કાર્યવાહી પર અડગ છે, તો બીજી તરફ પોતાના આશિયાના બચાવવા માટે સ્થાનિકોમાં ભારે રોષ અને આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ફાયર બ્રિગેડ અને PGVCLની ટીમોને પણ સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. લોકોના વિરોધ વચ્ચે તંત્ર અને પોલીસ કર્મચારીઓ ઘરે ઘરે જઈને લોકોને જગ્યા રવિવાર સુધીમાં ખાલી કરી દેવા સમજાવી રહ્યા છે, આ મામલે મ્યુન્સિપલ કમિશનર એ તંત્રની તૈયારી અંગે વિગતો પણ જણાવ્યુ કે, "જે લોકો સ્વેચ્છાએ દબાણ હટાવશે તેમને તંત્ર પૂરો સહયોગ આપશે, પરંતુ ગેરકાયદે બાંધકામ ચલાવી લેવામાં આવશે નહીં."
જંગલેશ્વરમાં સ્થિતિ તંગ પરંતુ નિયંત્રણમાં છે
પોલીસના ધાડેધાડા ઉતારીને તંત્રએ સ્પષ્ટ સંકેત આપી દીધો છે કે દબાણકારીઓ સામે કોઈ પણ પ્રકારની નરમાશ રાખવામાં આવશે નહી સાથે ડ્રોન કેમેરા વડે પણ નજર રાખવાં આવી રહી છે હવે જોવાનું એ રહેશે કે સોમવારે આખરે ડિમોલેશન થશે તો શું પરિસ્થિતિ જોવા મળશે ડિમોલિશન પહેલા જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે, પોલીસ દ્વારા ઘરે ઘરે જઈ સમજાવવામાં આવી રહ્યા છે, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, મોરબી સહિતની પોલીસ તૈનાત રહેશે, રેપીડેક્શન ફોર્સ, SRP,RAF સહિતના જવાનો તૈનાત રહેશે, અલગ અલગ જિલ્લાઓમાંથી વજ્ર વાહનો પણ બંદોબસ્તમાં રાખવામાં આવ્યા.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ બન્યું સ્મગલિંગ હબ, અબુધાબીથી આવેલા મુસાફર પાસેથી 3 ગોલ્ડ કેપ્સ્યુલ મળી