વાંકાનેરના રાજવી તથા રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ રાજકોટમાં આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન તેમણે વાંકાનેર ખાતે યોજાનાર 17માં કાઠીયાવાડી અને મારવાડી અશ્વ પ્રદર્શન અને રમતોત્સવ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
વાંકાનેરમાં આ ભવ્ય અશ્વ-શોનું આયોજન
આગામી 26 થી 28 તારીખ દરમિયાન વાંકાનેરમાં આ ભવ્ય અશ્વ-શોનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાજ્યભરના કાઠીયાવાડી અને મારવાડી અશ્વપાલકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે. સાથે જ ગુજરાત બહારના અશ્વપાલકો પણ આ અશ્વ શોમાં ભાગ લેશે તેમ જણાવવામાં આવ્યું છે.
જસદણના રાજવી સત્યજિતકુમાર ખાચર ઉપસ્થિત
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જસદણના રાજવી સત્યજિતકુમાર ખાચર, ગોંડલ ભૂનેશ્વર મંદિરના આચાર્ય ઘનશ્યામ મહારાજ તથા ભાજપના પ્રવક્તા રાજુભાઈ ધ્રુવ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
કાઠીયાવાડી અશ્વ દુનિયાની શ્રેષ્ઠ અશ્વ જાતોમાંની એક
કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે કાઠીયાવાડી અશ્વ દુનિયાની શ્રેષ્ઠ અશ્વ જાતોમાંની એક છે અને તેનો દેશમાં અનોખો તથા ગૌરવભર્યો ઇતિહાસ રહ્યો છે. આ અશ્વની વિશેષતાઓને પ્રોત્સાહન આપવા અને અશ્વ સંસ્કૃતિને જીવંત રાખવા માટે આ પ્રકારના કાર્યક્રમો મહત્વપૂર્ણ છે.
રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેશે
આ અશ્વ રમોત્સવમાં રાજ્યના મુખ્યમંત્રી, ગૃહમંત્રી સહિતના અનેક અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહેશે, જેના કારણે કાર્યક્રમનું મહત્વ વધુ વધ્યું છે.
આ પણ વાંચો---- Gujarat Police ની દુષ્કર્મ જેવા ગંભીર ગુનાના ગુનેગારો સામે આક્રમક કાર્યવાહી, 3 મહિનામાં 6 આરોપી સામે ફાયરિંગની ઘટના