રાજકોટ જિલ્લામાંથી મૃતદેહ મળવાનો સિલસિલો યથાવત છે. આજે વધુ એક મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વોંકળામાંથી કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો છે. ઉપલેટાના એપલ ગ્રીન પાર્ટી પ્લોટ પાસેના ખાખી જાળિયા રોડ પર વોંકળાના પુલ નીચેથી આધેડ વયના અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે. આ બનાવની જાણ થતા આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ટોળે વળ્યા હતા.


પોલીસ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે

ઉપલેટા સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે કોટેજ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો. આ બનાવમાં હત્યા કે આત્મહત્યા કારણ હાલ અકબંધ છે. પોલીસ તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે. હાલ પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.


આ પણ વાંચો - Vadodara News: વડસર-કલાલી રોડ પર ભયંકર અકસ્માત, પીકઅપ વાને રીક્ષાને મારી ટક્કર


  • Follow us on: