રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ પર આવેલા શીતલ પાર્ક નજીક જાહેરમાં મારામારીની ઘટના બની હતી. સામાન્ય બાબતે બે જૂથો વચ્ચે ઝપાઝપી થતાં થોડા સમય માટે બઘડાટી બોલી ગઈ હતી. જાહેરમાં મારામારી થવાના કારણે રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા. જોકે મારામારી પાછળનું ચોક્કસ કારણ હજી સુધી અકબંધ છે.
મારામારી પાછળનુ ચોક્કસ કારણ અકબંધ
આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ રાજકોટ પોલીસ આ મામલે સક્રિય બની છે. પોલીસે વીડિયોના આધારે મારામારી કરનારા લોકોની ઓળખ સ્થાપિત કરવા અને સમગ્ર બનાવનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે. જાહેર માર્ગ પર મારામારીની ઘટનાથી શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઉભા થયા છે.













