લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતા તત્વો સામે રાજકોટ ગ્રામ્ય પોલીસ એક્શન મોડમાં આવી છે. તાજેતરમાં રાજકોટ ગ્રામ્ય સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મેટોડા G.I.D.C. પોલીસ સ્ટેશન વિસ્તારમાં સફળ રેડ કરીને એક બોગસ ડૉક્ટરને ઝડપી લેવામાં આવ્યો છે.


શું છે સમગ્ર ઘટના?

રાજકોટ SOG ગ્રામ્ય ટીમને બાતમી મળી હતી કે, મેટોડા જીઆઈડીસી ગેટ નંબર 3 ની બાજુમાં આવેલા 'માઈન્ડ સ્વીફ્ટ કોમ્પલેક્ષ'માં એક વ્યક્તિ કોઈ પણ પ્રકારની માન્ય મેડિકલ ડિગ્રી વગર ક્લિનિક ચલાવી રહ્યો છે, અને લોકોના દાંતની સારવાર કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે ઓચિંતી તપાસ હાથ ધરી હતી.

નિર્દોષ લોકોના દાંતનું ઓપરેશન અને સારવાર કરતો હતો ડૉક્ટર

તપાસ દરમિયાન પોલીસને રાજમંગલ મુરત સાહાની નામનો શખ્સ મળી આવ્યો હતો. જ્યારે તેની પાસે દાંતની સારવાર માટેની જરૂરી ડિગ્રી કે મેડિકલ કાઉન્સિલિંગનું રજિસ્ટ્રેશન માંગવામાં આવ્યું, ત્યારે તે રજૂ કરી શક્યો ન હતો. આરોપી કોઈ પણ સત્તાવાર લાયકાત વગર નિર્દોષ લોકોના દાંતનું ઓપરેશન અને સારવાર કરીને તેમના સ્વાસ્થ્યને જોખમમાં મૂકી રહ્યો હતો.

પોલીસ કાર્યવાહી

SOG રાજકોટ ગ્રામ્ય દ્વારા આરોપી રાજમંગલ સાહાનીની અટકાયત કરવામાં આવી છે અને તેની પાસેથી તબીબી પ્રેક્ટિસમાં વપરાતા સાધનો તેમજ દવાઓનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. મેટોડા G.I.D.C. પોલીસ સ્ટેશનમાં આ અંગે કાયદેસરની ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે. આ કાર્યવાહીથી બોગસ ડૉક્ટર્સમાં ફફડાટ વ્યાપી ગયો છે.


આ પણ વાંચો - Rajkot News : સિંગર આરતી સાંગાણીના પ્રેમલગ્નનો વિવાદ વકર્યો, પાટીદાર બાદ હવે વાલ્મિકી સમાજ મેદાને


  • Follow us on: