રાજકોટના જસદણમાં મકાનમાં આગ લાગી હતી અને શોર્ટ સર્કીટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન છે, ફાયર ટીમે 5થી 6 લોકોનું રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા અને મકાનમાં આગ લાગતા નાસભાગ મચી હતી, આગમાં એક વ્યક્તિને બંને હાથે ઇજા પહોંચી છે અને તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે.
વહેલી સવારે મકાનમાં આગ લાગતા નાસભાગ મચી
રાજકોટના જસદણમાં વહેલી સવારે મકાનમાં આગ લાગી હતી અને આગ લાગતા દોડધામ મચી હતી ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો છે. બેંક ઓફ બરોડાની બાજુમાં આવેલી દુકાનમાં આ આગ લાગી હતી અને એક કંપનીમાં કામ કરતા 6 વ્યકિત ત્યાં રહેતા હતા, આગ એટલી વધુ હતી કે ધુમાડાના કારણે લોકો બહાર નીકળી શકયા ન હતા.













