ગોંડલમાં ચર્ચાસ્પદ રાજકુમાર જાટના મોત કેસમાં તેના પરિવારે ગણેશ ગોંડલના નાર્કો ટેસ્ટની માગ કરી હતી. આ મુદ્દે જિલ્લા પોલીસ વડાએ ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે કોર્ટમાં મંજૂરી માગી હતી. આ માટે ગણેશે પણ પોતાનો નાર્કો ટેસ્ટ કરવા મંજૂરી આપી હતી. હવે કોર્ટે આ મંજૂરીને ગ્રાહ્ય રાખતા ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી.


ગણેશ જાડેજાનો નાર્કો ટેસ્ટ પૂર્ણ

રાજકુમાર જાટ મોત કેસમા ગણેશ જાડેજાના અલગ અલગ ત્રણ ટેસ્ટ કરાયા હતાં. આજથી તેના નાર્કો ટેસ્ટ માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. ગાંધીનગર એફએસએલમાં તેને નાર્કો ટેસ્ટ માટે લાવવામાં આવ્યો હતો. જ્યાં આજનો ટેસ્ટ પૂર્ણ કરવામાં આવ્યો હતો. હવે આગામી 15 ડિસેમ્બરે તેનો નાર્કો ટેસ્ટનો રિપોર્ટ કોર્ટમાં સબમીટ કરવામાં આવશે.

રાજકુમાર જાટના મોત કેસમાં તપાસ આગળ વધી

ગોંડલમાં ચકચારી રાજકુમાર જાટના મોત કેસમાં તપાસ આગળ વધી છે. ગત આઠમી ડિસેમ્બરે આ કેસના મુખ્ય આરોપી ગણેશ ગોંડલને નાર્કો એનાલિસિસ ટેસ્ટ માટે ગાંધીનગર સ્થિત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી ખાતે લાવવામાં આવ્યો હતો. જ્યાં તેની નાર્કો ટેસ્ટની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી હતી. નાર્કો ટેસ્ટની આ સમગ્ર કામગીરી અંદાજે પાંચથી છ કલાક સુધી ચાલી હતી, જેમાં રાજકુમાર જાટના મોત સાથે સંકળાયેલા વિવાદાસ્પદ પાસાં અંગે સત્ય જાણવાનો પ્રયાસ કરાયો હતો.


આ પણ વાંચોઃ Vav-Tharad: તંત્રની બેદરકારીના લીધે માઇનોર કેનાલ ઓવરફ્લો, લાખો લિટર પાણીનો વેડફાટ


  • Follow us on: