રાજકોટ શહેરમાં ખાણી-પીણીની શુદ્ધતાને જાળવી રાખવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.ખાસ કરીને લોકોમાં અત્યંત લોકપ્રિય એવી પાણીપુરીના વેચાણ પર તંત્રએ સપાટો બોલાવ્યો છે. તાજેતરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીપુરીના કુલ 35 જેટલા ધંધાર્થીઓને ત્યાં ઓચિંતા ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ હતું.


મસાલા અને પાણીની ગુણવત્તાની ઝીણવટભરી કરાઇ તપાસ

મળતી માહિતી પ્રમાણે આ તપાસ દરમિયાન આરોગ્ય અધિકારીઓએ માત્ર સ્વચ્છતા જ નહીં, પરંતુ પાણીપુરીમાં વપરાતા મસાલા અને પાણીની ગુણવત્તાની પણ ઝીણવટભરી તપાસ કરી હતી. ખાસ કરીને મીઠું, તીખું, જીરૂં અને લસણ વાળા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા.આ નમૂનાઓને તપાસ માટે સરકારી લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. જો આ નમૂનાઓમાં કોઇ હાનિકારણ તત્વો અથવા અખાદ્ય રંગોની હાજરી જણાશે, તો સંબંધિત ધંધાર્થીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

નિયમો અંગે તંત્રનું કડક વલણ

માત્ર ગુણવત્તા જ નહીં પરંતુ વહીવટી નિયમોના પાલન અંગે પણ તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યુ હતુ. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યુ હતુ કે ઘણા ધંધાર્થીઓ પાસે જરૂરી દસ્તાવેજોનો અભાવ હતો. આ તપાસમાં નિયમોનું ઉલ્લંઘન કરનારા 8 ધંધાર્થીઓને ફૂડ લાયસન્સ બાબતે પણ નોટિસ ફટકારવામાં આવી છે. યોગ્ય લાયસન્સ વગર વેચાણ કરતા અને હાઇજીન જાળવવામાં નિષ્ફળ રહેલા એકમો પર તંત્રની ગાજ પડી હતી.

આ પણ વાંચોઃ Jetpur: લુણાસરી ગામ બન્યું ભૂકંપનું એપી સેન્ટર, અત્યાર સુધીમાં એક બાદ એક આવ્યા 12 ભૂકંપના આંચકા


  • Follow us on: