ગુજરાતમા વાયુ પ્રદૂષણમાં વધારો ખૂબજ ચિંતાજનક છે. શહેરમાં AQI 300ને પાર પહોંચી ગયો છે. હવાનું પ્રદૂષણ વધતાં મહાનગર પાલિકાના અધિકારીઓની એક બેઠક મળી હતી. આ બેઠક બાદ અધિકારીઓએ નિવેદન આપ્યું હતું કે, શિયાળાના કારણે હવાનું પ્રદૂષણ વધે છે. બાંધકામ અને ખુલ્લી જમીન પર ડસ્ટ પણ આ માટે કારણભૂત છે.
AQI 300ને પાર જતા મોડે-મોડે તંત્ર જાગ્યુ
રાજકોટ શહેરમાં હવાનું પ્રદૂષણ વધતાં અધિકારીઓએ એકા એક બેઠક યોજી હતી. શહેરમાં AQI 300ને પાર પહોંચી ગયો હતો. મનપાના અધિકારીઓએ બેઠક બાદ નિવેદન આપતાં કહ્યું હતું કે, શિયાળાના કારણે હવાનું પ્રદૂષણ વધે છે. આ ઉપરાંત બાંધકામ સાઈટો અને ખુલ્લી જમીન પર ડસ્ટ હોવાને કારણે પણ પ્રદૂષણમાં વધારો થાય છે. શહેરમાં વૃક્ષોની સંખ્યા વધારવા પ્રયાસો હાથ ધરાશે. વૃક્ષોના આયુષ્ય, જાળવણી માટે જીયો ટોગિંગ કરાશે.













