રાજકોટમાં યોજાનારા વાઇબ્રન્ટ સમિટનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યુ હતું. આ તકે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા વાઇબ્રન્ટની સફળતા અંગે વાત કરી હતી. તેઓએ અત્યાર સુધી થયેલા વિદેશી રોકાણ અને ભવિષ્યના રોડમેપ વિશે માહિતી આપી હતી. આ અવસરે સંબોધન કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી તથા વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક વિઝન સાથે વર્ષ ૨૦૦૩માં વાઈબ્રન્ટ ગુજરાત સમિટ શરૂ કરાવીને ગુજરાતની ઉદ્યોગ સંભાવનાને વિશ્વ સમક્ષ મૂકી હતી.
રાજ્યમાં છેલ્લા 20 વર્ષોમાં રૂ. 3.57 લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે
મહાજન, પ્રજાજન અને પ્રશાસનના પ્રયાસો તેમજ શ્રેણીબદ્ધ વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાત આજે દેશનું ગ્રોથ એન્જિન અને રોકાણ માટે મોસ્ટ પ્રિર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. વાઇબ્રન્ટ સમિટની છેલ્લા બે દાયકાની સફળતાના પરિણામે રાજ્યમાં છેલ્લા ૨૦ વર્ષોમાં રૂ. ૩.૫૭ લાખ કરોડનું વિદેશી રોકાણ આવ્યું છે. રાજ્યના સવાંગી વિકાસની ઝાંખી આપતા તેમણે કહ્યું હતું કે, ગુજરાત આજે "ગ્લોબલ ગેટવે ટુ ધ ફ્યુચર" (ભવિષ્ય માટેનું વૈશ્વિક દ્વાર) બન્યું છે અને પ્રગતિના નવા બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે.













