રાજકોટમાં વી.એમ. મહેતા આયુર્વેદિક કોલેજના વિદ્યાર્થીઓએ ફી વધારા સામે વિરોધ કર્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રપોઝ્ડ ફીના નામે 60 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. આ ઘટનામાં વિરોધ કરતા વિદ્યાર્થીઓ સામે કોલેજના પ્રિન્સિપાલ દાદાગીરી કરતા હોવાનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયો વાયરલ થયા બાદ કોલેજના પ્રિન્સિપાલે એક વીડિયો મારફતે નિવેદન આપ્યું છે.


દાદાગીરીનો વીડિયો વાયરલ થવા મુદ્દે પ્રિન્સિપાલનું નિવેદન

રાજકોટમાં આયુર્વેદિક કોલેજના પ્રિન્સિપાલ રવિકાંત ગોયલે એક વીડિયો મારફતે કહ્યું હતું કે, સાંસદ કે મંત્રીનું અપમાન કરવાનો મારો ઇરાદો ન હતો.વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યને નુકસાન કરી રહ્યાં હતા.અમે વિદ્યાર્થીઓને સાંભળવા માટે તૈયાર હતા.મારો ઉદ્દેશ સંસ્થામાં શિસ્ત જળવાઇ રહે તે હતો. વિધાર્થીઓ કહી રહ્યા હતા કે સાંસદ અને મંત્રીના સંપર્કમાં છીએ તમારી ફરિયાદ કરીશું.

વિદ્યાર્થીઓને ધમકાવતો વીડિયો વાયરલ થયો હતો

રાજકોટમાં વી.એમ. મહેતા આયુર્વેદિક કોલેજમાં ફી વધારાને લઈને વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓએ પ્રપોઝ્ડ ફીના નામે કોલેજ 60 હજાર રૂપિયા ઉઘરાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો.વિદ્યાર્થીઓના વિરોધને લઈને તપાસ ટીમ કોલેજમાં આવી હતી.કોલેજ તંત્રએ 30 હજાર ફી રિફંડ કરી હોવાનું વિદ્યાર્થીઓને કહીને તેમની પાસે લખાણ પણ કરાવ્યા હતાં. કોલેજના પ્રિન્સિપાલ રવિકાંત ગોયલે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કહ્યું હતું કે, મંત્રી કે સાંસદને ફરીયાદ કરવી હોય તો કરો. તેઓ વિદ્યાર્થીઓને ધમકાવતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.


આ પણ વાંચો: Gujarat News: હવે તલાટી રખડતા શ્વાન ક્યાં રહે છે તેની શોધખોળ કરશે, ગ્રામ વિકાસ કમિશ્નરે પરિપત્ર જાહેર કર્યો


  • Follow us on: