રાજકોટમાં એક યુવતી સાથે દુષ્કર્મ અને ખંડણીના ગંભીર આરોપો બાદ આખરે આરોપી શિક્ષક અને શિક્ષિકાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. શિક્ષણ જગતને કલંકિત કરતી આ ઘટનામાં આરોપીઓએ યુવતીને બ્લેકમેઇલ કરીને તેના લગ્ન પણ તોડાવ્યા હતા. પીડિત યુવતીએ પોલીસમાં દુષ્કર્મ અને ખંડણીની ફરિયાદ નોંધાવી છે. મુખ્ય આરોપી શિક્ષક મુકેશ સોલંકી હજુ પણ પોલીસ પકડથી દૂર છે. જ્યારે તેની સાથી શિક્ષિકા પ્રીતિ ઘેટીયાની પોલીસે ધરપકડ કરી લીધી છે.


શિક્ષણ જગત કલંકિત

તપાસમાં બહાર આવ્યું છે કે, બંને આરોપીઓએ યુવતી પાસેથી રૂપિયા 4.25 લાખની માતબર રકમ પડાવી હતી. એટલું જ નહીં, યુવતીના લગ્ન મંડપમાં ધમાલ કરીને તેના લગ્ન પણ તોડાવી નાખ્યા હતા. દુષ્કર્મ આચર્યા બાદ આરોપી શિક્ષકે યુવતીના ન્યૂડ ફોટો વાયરલ કરવાની ધમકી આપીને તેને સતત બ્લેકમેઇલ કરી હતી. પોલીસે શિક્ષિકાની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ફરાર શિક્ષક મુકેશ સોલંકીને ઝડપી પાડવા માટે જુદી જુદી ટીમો કામે લગાડી છે.

આ પણ વાંચો : Ahmedabad News : AMC ની બેદરકારી, ભર શિયાળે જગતપુરમાં ચોમાસા જેવો માહોલ, હજારો લિટર પાણી રસ્તા પર... 

  • Follow us on: