રાજકોટ પોલીસે રિક્ષામાં વૃદ્ધોને બેસાડી રોકડ અને મોબાઇલ ચોરી કરતી ગેંગના ત્રણ સભ્યોની ધરપકડ કરી છે. ગેંગમાં બે મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ધરપકડ કરાયેલા લોકોમાં આરિફ શેખ, કાંતુબેન વાઘેલા અને તેજલ સોલંકીનો સમાવેશ થાય છે.


વૃદ્ધોની નજર ચૂકવીને તેમની ચીજવસ્તુઓ ચોરી કરતી

પોલીસે આરોપીઓ પાસેથી આશરે રૂ. 1.89 લાખનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો છે. તેઓ વૃદ્ધોની નજર ચૂકવીને તેમની ચીજવસ્તુઓ ચોરી કરતી હતી.

મુખ્ય આરોપી નટુ કુંવરિયા ફરાર

આરોપીઓની પૂછપરછ દરમિયાન ખુલ્યું છે કે આ ગેંગ અનેક વખત આવા કિસ્સાઓમાં સંડોવાયેલી હતી. હાલ, ગેંગનો મુખ્ય આરોપી નટુ કુંવરિયા ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

અજાણ્યા વ્યક્તિઓની સાથે રિક્ષા યાત્રા દરમિયાન સાવચેત રહો

પોલીસે લોકોને સૂચના આપી છે કે અજાણ્યા વ્યક્તિઓની સાથે રિક્ષા યાત્રા દરમિયાન સાવચેત રહે અને કોઈ અજાણી/સંદિગ્ધ પ્રવૃત્તિ અંગે તુરંત પોલીસને જાણ કરવી.

આ પણ વાંચો---  Banaskantha : પાલનપુરની છાપરા ગ્રામ પંચાયતનો દારૂ બંધી માટે મહત્વનો નિર્ણય, દારુ વેચશો કે પીશો તો તમામ લાભ બંધ કરાશે

  • Follow us on: