રાજકોટ જિલ્લાના ઉપલેટામા રેલવે સ્ટેશન પાસે તાલુકા અને શહેરનો એક માત્ર જનતા ગાર્ડન આવેલો છે. આ ગાર્ડન વર્ષો જુનો હોઈ હવે ગાર્ડન મા રહેલ બાળકોના ઝૂલા ચકરડી લપસીયા સહિતના સાધનો તૂટેલી હાલત મા હોઈ બાળકો મુશ્કેલી મા મુકાયા છે. ભાજપ વિકાસ વિકાસ ની વાતું કરે છે પરંતુ ઉપલેટા માતો સામાન્ય ગાર્ડનની હાલત અતિ ખરાબ હોઈ સ્થાનિક નગરપાલિકા સદસ્યો દિવસ મા બે વાર ત્યાંથી પસાર થતા હોવા છતાં કોઈનું ધ્યાન ગાર્ડન ઉપર જતુંનો હોઈ તેમ ગાર્ડન સાવ અતિ જર્જરીત બની ગયો હોવા છતાં નગરપાલિકા તંત્ર ચૂપ છે.
ઉપલેટામાં એક માત્ર ગાર્ડન જર્જરિત હાલતમાં
ઉપલેટા શહેરના લોકોના જણાવ્યા મુજબ લોકો સવારે અને સાંજે ગાર્ડનમા બેસવા આવે છે. પરંતુ તમામ બાંકડા ટેબલ તૂટી ગયા છે લગ્ન ગાળાની મોસમ છે. અહીં દરરોજ ત્રણ ચાર કપલ ફોટો સેશન માટે આવે છે. પરંતુ વૃક્ષ સુકાઈ ગયા હોવાથી કપલ ફોટો સેશન પણ કરી સકતા નથી સાથે બાળકો પણ આવે છે પરંતુ અહીં તમામ રમત ગમત ના સાધનો મોટા ભાગના તૂટી ગયેલ હાલત મા છે નગરપાલિકા દ્વારા રીપેરીંગ કરાવે તેવી માગ છે.ઉપલેટા મા એક માત્ર જનતા ગાર્ડન હોઈ ગાર્ડનમા કોઈ રમત ગમતના સાધનો સલામત નથી. ગાર્ડન જેનાથી શોભે છે તે વૃક્ષ પણ સુકાઈ ગયા છે.













