સ્પીડવેલ-કણકોટ રોડ પર આજે વહેલી સવારે એક અજાણ્યા યુવકનો લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. રસ્તા પર લાશ પડી હોવાની જાણ થતા જ સ્થાનિક લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી. મૃતક યુવકના શરીર પર ગંભીર ઇજાના નિશાન જોવા મળ્યા છે અને ઘટનાસ્થળે લોહીના ખાબોચિયા ભરાયેલા હતા.
લોહીથી લથપથ હાલતમાં મૃતદેહ મળતા ચકચાર
જે રીતે મૃતદેહ મળી આવ્યો છે, તે જોતા પ્રાથમિક દ્રષ્ટિએ યુવકની કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘાતકી હત્યા કરવામાં આવી હોવાની પ્રબળ આશંકા સેવાઈ રહી છે. લૂંટના ઈરાદે કે અંગત અદાવતમાં આ હત્યા કરાઈ છે તે દિશામાં રહસ્ય ઘેરાયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજકોટ તાલુકા પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી છે.













