રાજકોટમાં અસામાજિક તત્ત્વો બેફામ બની આતંક મચાવી રહ્યા હોય તેવું જણાઈ રહ્યું છે. જિલ્લા અને શહેરમાં હત્યા, ચોરી અને મારામારીના ગુનામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો હોય તેમ જણાઈ રહ્યું છે. ત્યારે આજે વધુ એક મારામારીની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટમાં એક દુકાનમાં ત્રણ અસામાજિક તત્ત્વો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી. આ દરમિયાન તેમણે એક મહિલા પર હુમલો પણ કર્યો હતો. જેમાં આ મહિલા ગંભીર રીતે ઘાયલ થઈ હતી.
લુખ્ખા તત્ત્વો દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો
ઘટનાની મળતી માહિતી અનુસાર, રાજકોટ શહેરમાં આવેલી સોની બજારમાં એક ટૂલ્સની દુકાનમાં ત્રણ શખ્સો દ્વારા લેપટોપ અને મોબાઈલ સહિત અન્ય સામાનની તોડફોડ કરવામાં આવી હતી. આ તોડફોડ કરતા સમયે આ લુખ્ખા તત્ત્વો દ્વારા એક મહિલા પર હુમલો કરવામાં આવ્યો હતો. જે હુમલામાં મહિલા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ હતી. જે બાદ આ મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી.













