રાજકોટ શહેરના છેવાડે આવેલા બેડી ગામે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે પોલીસે આજે એક કડક દાખલો બેસાડ્યો છે. ખાણીપીણીના નિર્દોષ ધંધાર્થીઓ પર હુમલો કરી આતંક ફેલાવનારા કુખ્યાત શખ્સોની ધરપકડ કરી પોલીસે આજે ઘટનાસ્થળે તેમનું જાહેરમાં સરઘસ કાઢ્યું હતું.


નાના વેપારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી

મળતી માહિતી પ્રમાણે થોડા દિવસો પહેલા રાજકોટના બેડી ગામે ખાણીપીણીની લારી અને દુકાન ધરાવતા નાના વેપારીઓ સાથે માથાકૂટ કરવામાં આવી હતી. કુખ્યાત શખ્સ ભુપત ભરવાડના ભત્રીજા અને તેના સાથીઓએ આ વિસ્તારમાં દાદાગીરી કરી વેપારીઓને બેફામ માર માર્યો હતો. આ ઘટનાને પગલે સ્થાનિકો અને નાના ધંધાર્થીઓમાં ભારે આવા ગુંડાઓને લઇને ભારે રોષ જોવા મળ્યો હતો.

ઘટના અંગે પોલીસને રજૂઆત કરાઇ

આ ઘટના બાદ કોળી સમાજના આગેવાનો મેદાને આવ્યા હતા. પીડિત વેપારીઓને સાથે રાખીને આગેવાનોએ પોલીસ તંત્રને ઉગ્ર રજૂઆત કરી હતી. તેમણે માગ કરી હતી કે ગરીબ ધંધાર્થીઓને માર મારનારા આ શખ્સોની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી હતી.જે સ્થળ પર તેઓએ આતંક મચાવ્યો હતો તે સ્થળ પર જઇને જ પોલીસે તેમનું સરઘસ કાઢ્યુ હતુ.

આરોપીઓને કાયદાનું ભાન કરાવ્યું

પોલીસે આ મામલામાં તરત જ એક્શન લઇને ભુપત ભરવાડના ભત્રીજા સહિતની ટોળકીની ધરપકડ કરી હતી. આજે પોલીસ કાફલા સાથે આ આરોપીઓને બેડી ગામે લઇ જવામાં આવ્યા હતા. જે ખાણીપીણીના સ્ટોલ પર હંગામો કર્યો હતો. ત્યાં જ તેમને ફેરવીને કાયદાનું ભાન કરાવ્યુ હતું.

આ પણ વાંચોઃ Ahmedabad: કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઈ તૈયારી પૂરજોશમાં, IOAની મેગા બેઠકનું કરાયું આયોજન


  • Follow us on: