રાજકોટમાં દુષ્કર્મનો આરોપી રામસિંગ પોલીસ પર હુમલો કરીને ભાગ્યો ત્યારે તેની પર પોલીસે ફાયરિંગ કર્યું હોવાના સમાચાર મળી રહ્યા છે. ઘટના દરમિયાન આરોપી એ પોલીસ પર હુમલો કરીને ભાગવાનો પ્રયાસ કર્યો, જેના જવાબમાં પોલીસે બે રાઉન્ડ ફાયરિંગ કર્યું . ઘાયલ આરોપીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે.


રામસિંગને બંને પગમાં ગોળી વાગી

આરોપી રામસિંગને બંને પગમાં ગોળી વાગી હતી અને ગંભીર ઈજા થતાં તેને તાત્કાલિક હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. ઘટનામાં LCB કર્મચારી ધર્મેશભાઈ બાવળિયાને પણ હુમલામાં ઈજા થઇ છે.

 આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો

પોલીસ સૂત્રો અનુસાર, આરોપીએ ધારિયાથી પોલીસ પર હુમલો કર્યો હતો. આરોપીએ જસદણમાં દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર બનાવ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સ્થળ પર પહોંચી તપાસ શરુ કરી છે. આરોપીને તેના ઘેર લઇ જવાયો ત્યારે તેણે પોલીસ પર ધારીયા વડે હુમલો કરી ભાગવાનો પ્રયાસ કર્યો હતો


આ પણ વાંચો----  Indigo ના ચેરમેન વિક્રમ સિંહ મહેતાનું નિવેદન, આ ઘટના ઇન્ડિગોના 19 વર્ષના ટ્રેક રેકોર્ડ પર એક ડાઘ..બિનશરતી માફી માગી

  • Follow us on: