રાજકોટ શહેરમાં વાહન ચોરીના ગુનાઓને ડામવા માટે પોલીસ સતત કાર્યરત છે, ત્યારે રાજકોટ પોલીસે એક રીઢા બુલેટ ચોરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. જૂનાગઢ જિલ્લામાંથી બુલેટની ચોરી કરીને ભાગી છૂટેલો આરોપી રાજકોટના જામનગર રોડ પરથી પોલીસના સકંજામાં આવી ગયો છે.


જામનગર રોડ પરથી બુલેટ સાથે ઝડપાયો

ઝડપાયેલા આરોપીનું નામ રણજીત પરમાર છે. આ શખ્સે જૂનાગઢના માણેકવાડા વિસ્તારમાંથી કિંમતી બુલેટ મોટરસાયકલની ચોરી કરી હતી. ચોરી કર્યા બાદ તે બુલેટ લઈને રાજકોટ તરફ આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. જેના આધારે પોલીસે જામનગર રોડ પર વોચ ગોઠવી હતી અને શંકાસ્પદ હાલતમાં નીકળેલા રણજીતને બુલેટ સાથે દબોચી લીધો હતો.

પોલીસે વધુ તપાસ હાથ ધરી

આરોપી રણજીત પરમારની ધરપકડ કર્યા બાદ પોલીસે ચોરીનું બુલેટ કબજે કર્યું છે. પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે, શું આ શખ્સ અગાઉ પણ વાહન ચોરીના અન્ય ગુનાઓમાં સામેલ છે? અથવા તેની સાથે કોઈ આખી ગેંગ સંકળાયેલી છે કે કેમ? હાલમાં આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રાજકોટ પોલીસની આ ત્વરિત કામગીરીથી વાહન ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: