રાજકોટના ખીરસરા જીઆઇડીસી વિસ્તારમાં ફરી એકવાર 'ચડ્ડી-બનિયાનધારી' ટોળકી સક્રિય થઈ હોવાની ઘટના સામે આવી છે. આ તસ્કરોની મોટાવડા રોડ પર આવેલી દુકાનોને નિશાન બનાવતા દૃશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. તસ્કરોની આ ટોળકીએ વિસ્તારમાં આવેલ પ્રમુખ રાજ હાર્ડવેર એન્ડ ટુલ્સ નામની દુકાનના શટર ઊંચકીને ચોરીનો પ્રયાસ કર્યો હતો.


પેટ્રોલિંગ વધારવા વેપારીઓની માંગ

સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ તસ્કરો ચડ્ડી-બનિયાન પહેરીને આવ્યા હતા, જે તેમની કાર્યપદ્ધતિ દર્શાવે છે. GIDC વિસ્તારમાં વારંવાર બનતી આવી ઘટનાઓથી વેપારીઓમાં ભયનો માહોલ સર્જાયો છે. વેપારીઓએ પોલીસ પાસે પેટ્રોલિંગ વધારવાની અને આ ટોળકીને ઝડપી લેવાની તાત્કાલિક માંગ કરી છે. 

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: