ભારત પાકિસ્તાનના ભાગલા સમયે પાકિસ્તાનથી આવેલા લોકો વસવાટ કરી શકે તે માટે રાજકોટ શહેરમાં રેફ્યુજી કોલોની બનાવવામાં આવી હતી. જો કે એકાએક વહીવટી તંત્ર દ્વારા દોઢ વર્ષથી કોઈપણ પ્રકારનું કારણ રજૂ કર્યા વિના દસ્તાવેજ પ્રક્રિયા બંધ કરી નાખી છે.
60-70 વર્ષથી અહીં દસ્તાવેજની પ્રક્રિયા શરૂ હતી
સૌ પ્રથમ આ કોલોનીમાં 99 વર્ષના ભાડાપટે જમીન આપવામાં આવી હતી પરંતુ થોડા સમય બાદ હેતુમાં ફેરફાર કરી વહીવટી તંત્રએ દસ્તાવેજ નોંધવાનું શરૂ કર્યું હતું. ત્યારે છેલ્લા 60-70 વર્ષથી અહીં દસ્તાવેજની પ્રક્રિયા શરૂ હતી.













