રાજકોટ એરપોર્ટ પરથી જવાની ઇન્ડિગો ફ્લાઇટ્સની 6 કલાક મોડી પડતાં મુસાફરોએ ભારે હોબાળો મચાવ્યો હતો. શુક્રવારના સવારથી અનેક ફ્લાઇટ્સ રદ અને મોડી થઇ હતી, જેના કારણે મુસાફરોને વિશાળ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
ઇન્ડિગોની રાજકોટ થી દિલ્હીની ફ્લાઇટ 6 કલાક જેટલી મોડી પડી હતી અને ફ્લાઇટમાં ખામી સર્જાતા દિલ્હી મુંબઇની 2 ફ્લાઇટ રદ પણ કરી દેવાઇ હતી જેથી મુસાફરોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.













