રાજકોટમાં 9 નવેમ્બર થયેલા અકસ્માતમાં ધ્રુવી કોટેચાનું નીધન થયું હતું. અકસ્માતકર્તા મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ગોંડલના લોહાણા સમાજ દ્વારા કરવામાં આવી છે. લોહાણા સમાજે આ અકસ્માત સર્જનાર કૃતિકા શેઠ નામની મહિલા સામે કડક કાર્યવાહી કરવામાં આવે અને તેને સખત સજા કરવામાં આવે તેવી માંગ કરી છે.
લોહાણા મહાજન વાડીમાં મીટિંગ યોજાઈ
રાજકોટમાં ધ્રુવી કોટેચાનું મોત માર્ગ અકસ્માત થયું હતું. આ અંગે ગોંડલમાં લોહાણા સમાજની લોહાણા મહાજન વાડીમાં મીટિંગ યોજાઈ હતી. આ બેઠક બાદ ગોંડલ લોહાણા સમાજ દ્વારા ડે. કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું. આ આવેદન પત્રમાં અકસ્માત સર્જનારી મહિલા સામે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.













