રાજકોટ શહેરમાં વર્તાઈ રહેલા ગેસ સંકટ અને સિલિન્ડરની અછત વચ્ચે વહીવટી તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે. ગેસના ગેરકાયદેસર વપરાશ અને સંગ્રહખોરીને રોકવા માટે પુરવઠા વિભાગ દ્વારા ગોંડલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વ્યાપક ચેકિંગ હાથ ધરીને 46 જેટલા સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા છે.


ઘરેલુ સિલિન્ડરનું રેસ્ટોરન્ટમાં ઉપયોગ

પુરવઠા વિભાગની તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે. અનેક હોટલ અને રેસ્ટોરન્ટમાં સસ્તા ભાવે મળતા ઘરેલુ ગેસ સિલિન્ડરનો ગેરકાયદેસર રીતે વ્યાપારી હેતુ માટે ઉપયોગ થતો હતો. આ દરોડા દરમિયાન વિવિધ ખાણીપીણીના એકમો પરથી અંદાજે 30 જેટલા ઘરેલુ સિલિન્ડર જપ્ત કરવામાં આવ્યા છે. સામાન્ય નાગરિકોને ગેસ માટે રાહ જોવી પડી રહી છે ત્યારે વ્યાપારી એકમોમાં આ પ્રકારે ઘરેલુ ગેસનો ઉપયોગ થતા તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.

હોટેલ-રેસ્ટોરન્ટમાંથી 30સિલિન્ડર જપ્ત

સૌથી મોટી કાર્યવાહી ગોંડલમાં જોવા મળી હતી, જ્યાં એક રહેણાંક મકાનમાંથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરવામાં આવેલા 38 ગેસ સિલિન્ડર મળી આવ્યા હતા. રહેણાંક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં સિલિન્ડર રાખવા એ સુરક્ષાની દ્રષ્ટિએ પણ અત્યંત જોખમી છે. પુરવઠા વિભાગે આ તમામ જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આગામી દિવસોમાં પણ આ પ્રકારની ચેકિંગ કામગીરી ચાલુ રહેશે તેવી સૂચના આપવામાં આવી છે, જેથી સામાન્ય ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ઘટાડી શકાય.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: