રાજકોટ ગ્રામ્ય એસઓજી પોલીસને નશીલા પદાર્થો વિરૂદ્ધના અભિયાનમાં મોટી સફળતા મળી છે. જસદણ તાલુકાના ભડલી ગામમાં એક શખ્સે પોતાની વાડીમાં છૂપી રીતે કરેલા ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો છે. પોલીસે લાખોની કિંમતનો પ્રતિબંધિત ગાંજાનો જથ્થો જપ્ત કરી ખેતી કરનાર શખ્સની ધરપકડ કરી છે.
વાડીમાં કપાસ-શાકભાજીની આડમાં ગાંજાનું વાવેતર
ઘટનાની મળતી માહિતી અનુસાર, ભડલી ગામની સીમમાં રહેતા રમેશ જાદવ નામના શખ્સે પોતાની વાડીમાં અન્ય પાકોની વચ્ચે નશીલા પદાર્થ ગાંજાનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમી રાજકોટ ગ્રામ્ય એસઓજી (SOG) ટીમને મળી હતી. બાતમીના આધારે પોલીસે રેડ કરતા વાડીમાંથી ગાંજાના લીલાછમ છોડ મળી આવ્યા હતા, જેને જોઈને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.













