રાજકોટમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં બે મહિલા ઇન્ફ્લુએન્સરે આપઘાતનો પ્રયાસ કર્યો છે. રાજકોટ રેસકોર્સ પાસે આવેલા લવ ગાર્ડન નજીક આ બંને મહિલા ઇન્ફ્લુએન્સરે ફિનાઇલ પીને જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. સૌથી મહત્ત્વની વાત એ છે કે આપઘાતનો પ્રયાસ કરતાં પહેલાં બંને મહિલાઓએ સોશિયલ મીડિયા પર એક વીડિયો બનાવ્યો હતો.


પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી

આ વીડિયોમાં તેમણે કેટલાક લોકોના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. આપઘાતના પ્રયાસ પાછળ જવાબદાર લોકો તરીકે તેમણે સુરતની અંકિતા પટેલ, રાજકોટની સોનુ ઉર્ફે દીદુ, અને મોરબીની રિદ્ધિ તેમજ તેના પતિ મિલનના ત્રાસનો ઉલ્લેખ કર્યો છે. પોલીસે બંને મહિલાઓને તાત્કાલિક સારવાર માટે ખસેડી છે. પ્રદ્યુમનનગર પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધીને વીડિયોમાં ઉલ્લેખ કરાયેલા વ્યક્તિઓના ત્રાસ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: