રાજકોટ શહેરના વ્યસ્ત ગણાતા ગોંડલ રોડ પર આજે એક મોટી દુર્ઘટના ઘટતા રહી ગઈ હતી. ગુરૂકુળ બ્રિજ પાસે રોડ પર અચાનક ઓઇલ ઢોળાવાને કારણે રસ્તો અત્યંત ચીકણો બની ગયો હતો, જેના પરિણામે પસાર થઈ રહેલા વાહનચાલકો એકપછી એક સ્લીપ થવા લાગ્યા હતા. આ ઘટનામાં અંદાજે 8 થી 10 વાહનો પટકાયા હોવાનું સામે આવ્યું છે.


વાહનચાલકોમાં મચી ભાગદોડ

ગુરૂકુળ બ્રિજ પાસે અચાનક રોડ પર ઓઇલ ફેલાઈ જવાથી ટુ-વ્હીલર ચાલકોએ વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. વાહનો સ્લીપ થવાને કારણે પાછળ આવતા અન્ય વાહનોમાં પણ અફરાતફરી મચી ગઈ હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, રસ્તો એટલો જોખમી બની ગયો હતો કે, બ્રેક મારતા જ વાહનો પલટી ખાઈ રહ્યા હતા.

ત્રણ લોકોને ઈજા

આ અકસ્માતોની હારમાળામાં ત્રણ લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે. સદનસીબે કોઈ મોટી જાનહાનિ થઈ નથી કે કોઈ ગંભીર અકસ્માત સર્જાયો નથી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી.

પોલીસ અને તંત્ર દ્વારા કામગીરી

ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ અને ટ્રાફિક વિભાગ કામે લાગ્યો હતો. અન્ય વાહનો સ્લીપ ન થાય તે માટે રોડ પર માટી અથવા પાવડર નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઓઇલ કયા વાહનમાંથી ઢોળાયું છે તે જાણવા માટે પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ તપાસવાની તજવીજ શરૂ કરી છે.


આ પણ વાંચો - Rajkot News: ચાર વર્ષથી વકીલ કરતો હતો મેડિકલ પ્રેક્ટિસ, રાજપરમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો


  • Follow us on: