ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વૉડ અને રાજસ્થાન પોલીસે મળીને ડ્રગ્સ વિરુદ્ધનું એક મોટું સફળ સંયુક્ત ઑપરેશન પાર પાડ્યું છે. આ ઑપરેશનમાં રાજસ્થાનના જોધપુર પાસેથી લિક્વીડ મેફેડ્રોન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ATS અને રાજસ્થાન પોલીસે ડ્રગ્સના આ મોટા નેટવર્કને તોડી પાડ્યું છે અને સ્થળ પરથી આશરે 40 લિટર લિક્વીડ MD ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે.
રાજસ્થાનથી ઝડપાયો MD ડ્રગ્સનો જથ્થો
આ કાર્યવાહી સૂચવે છે કે ગુજરાતમાં ડ્રગ્સ સપ્લાય કરવા માટે રાજસ્થાનના વિસ્તારોનો ઉપયોગ ડ્રગ્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ અથવા ટ્રાન્ઝિટ પોઈન્ટ તરીકે થઈ રહ્યો છે. હાલમાં આ ડ્રગ્સ ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને ગુજરાતમાં ક્યાં સપ્લાય થવાનું હતું તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ ઑપરેશન ડ્રગ્સ માફિયાઓ પર ATSની સતત કાર્યવાહી દર્શાવે છે.













