સુરતના પ્રખ્યાત રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આજે રાત્રે ફરીથી છઠ્ઠા માળે આગ લાગતા અફરા તફરી મચી ગઇ છે. આગની મોટી-મોટી જવાળાઓ અને ધૂળ દેખાતા લોકોમાં હાહાકાર મચી ગયો.


ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લાવવાના પ્રયાસો હાથ ધર્યા

આગ લાગતા તરત ફાયર વિભાગની ટીમે ઘટના સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લાવવાના પ્રયાસો હાથ ધર્યા. માહિતી અનુસાર હજુ પણ આગના કારણે માર્કેટના કેટલાક ભાગોમાં નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.

બુધવારે સવારે 7 વાગ્યાથી આગ લાગી છે

 આ જ ટેક્સટાઈલ માર્કેટમાં બુધવારે સવારે 7 વાગ્યાના અરસામાં લાગેલી આગ કાબૂમાં આવ્યા બાદ ફરી આગ લાગતાં વેપારીઓમાં દોડધામ મચી હતી. ટેક્સટાઈલ માર્કેટના ગ્રાઉન્ડ ફ્લોર પર લિફ્ટમાં આગ લાગ્યા બાદ સાતમા માળ સુધી ફેલાઈ હતી.


  • Follow us on: