સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક મહિલાની છેડતી કરવાના મામલે પોલીસે આરોપીની ધરપકડ કરી છે. કાપોદ્રા વિસ્તારની એક મહિલાનો આરોપી સતત પીછો કરીને તેને હેરાન કરતો હતો. આરોપી મહિલા પર પ્રેમસંબંધ રાખવા માટે સતત દબાણ કરતો હતો અને તેનો પીછો કરીને માનસિક ત્રાસ આપતો હતો.
પ્રેમસંબંધ રાખવા આરોપી સતત હેરાન કરતો
આખરે મહિલાએ કંટાળીને સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ મથકે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. મહિલાની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ધવલ મેરજાની ધરપકડ કરી છે. પોલીસે આ આરોપી વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.













