સુરતના વરાછા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ-12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ સુસાઇડ નોટ લખીને આપઘાત કરી લીધો છે. દીકરીના માતાનું અગાઉ નિધન થયું હતું અને તેના પિતા પણ છેલ્લા બે દિવસથી ગુમ હતા. માતા-પિતા બંનેની ગેરહાજરીથી ગહેરી આઘાતમાં સરી પડેલી દીકરીએ આ અંતિમ પગલું ભર્યું હતું. વિદ્યાર્થિનીએ રેલવે બ્રિજ પરથી ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો, તે પણ તેના ભાઈની નજર સામે.


માતા બાદ પિતા પણ છોડીને જતાં કર્યો આપઘાત

દીકરીએ લખેલી સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો હતો કે "હું તાપી નદીમાં ઠેકડો મારું છું." જોકે માછીમારોએ તેને નદીમાંથી બહાર કાઢીને તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડી હતી, જ્યાં તેનું મૃત્યુ નીપજ્યું હતું. પિતા ગુમ અને દીકરીએ આપઘાત કરી લેતા પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. વળી દીકરીના અંતિમ સંસ્કારમાં માતા અને પિતા બંનેની ગેરહાજરી જોવા મળી હતી, જે ઘટનાની કરુણતા દર્શાવે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: