સુરત શહેરની સચિન પોલીસે શ્રીનાથ જ્વેલર્સ લૂંટ અને હત્યાના મામલે વધુ એક આરોપી પકડ્યો છે. પોલીસ દ્વારા આ આરોપી પીન્ટુ પાસવાનને બિહારથી ઝડપી પાડવામાં આવ્યો છે.
શ્રીનાથ જ્વેલર્સની મોડી સાંજે લૂંટ કરી જ્વેલર્સની ગોળી મારી હત્યા કરી દીધી
આ બનાવમાં અગાઉ ત્રણ અન્ય આરોપીઓને પણ પોલીસે ઝડપી પાડી જેલ ખસેડ્યા હતા. પોલીસે જણાવ્યું કે, પકડાયલા તમામ આરોપીઓએ ગત 7 જુલાઈ 2025ના રોજ સચિન રેલવે સ્ટેશન નજીક આવેલી શ્રીનાથ જ્વેલર્સની મોડી સાંજે લૂંટ કરી હતી અને આ દરમિયાન જ્વેલર્સની ગોળી મારી હત્યા કરી દીધી હતી.













