સુરત જિલ્લાના બારડોલીના ઈસરોલી ગામ પાસેથી પસાર થતી મીંઢોળા નદીમાં ધુળેટીના દિવસે મોટી દુર્ઘટના ઘટી છે. બાબેન અને બારડોલી ગામના 6 મિત્રો નદીમાં ન્હાવા માટે પડ્યા હતા, જે દરમિયાન ચાર યુવાનો ડૂબવા લાગ્યા હતા. આ ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ યુવકોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે એકની શોધખોળ હજુ પણ ચાલુ છે. સદનસીબે બે યુવકનો આબાદ બચાવ થયો છે.
આધુનિક ટેકનોલોજીથી રેસ્ક્યુ ઓપરેશન
ઘટનાની જાણ થતા જ બારડોલી પ્રાંત અધિકારી જીજ્ઞાબેન પરમાર અને ડિસ્ટ્રિક્ટ ફાયર ઓફિસર પી. બી. ગઢવી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. વહીવટી તંત્ર દ્વારા લાપતા યુવાનને શોધવા માટે આધુનિક પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે. રેસ્ક્યુ ઓપરેશનમાં બિલાડી (hook), અંડરવોટર કેમેરા અને ડ્રોન કેમેરાની મદદ લેવામાં આવી રહી છે, જેથી નદીના ઉંડાણના ભાગોમાં તપાસ કરી શકાય.













