સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં ધૂળેટીના દિવસે એક દુઃખદ ઘટના બની છે, જેમાં ત્રણ યુવાન પાનસરા ગામની નદીમાં ન્હાવા જતા ડૂબી ગયા હતા. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે અને એકની શોધખોળ હજુ ચાલુ છે.


પાનસરા ગામની નદીમાં ન્હાવા ગયા

ઘટના અનુસાર, ત્રણેય યુવકો ધૂળેટી રમ્યા બાદ સમયે પાનસરા ગામની નદીમાં ન્હાવા ગયા હતા. ત્રણેય અચાનક નદીના પાણીમાં ગરકાવ થઇ ગયા હતા.

બે યુવકના મોત થયા

જોતજોતામાં ત્રણેય ડૂબવા લાગ્યા હતા. આ દ્રષ્યો જોઇને નદી કિનારે રહેલા લોકોમાં ગભરાટનું વાતાવરણ ફરી વળ્યું હતું અને તત્કાળ સ્થાનિક યુવકોએ દોરડાનો ઉપયોગ કરીને ત્રણેયને બચાવાનો પ્રયાસ કર્યા હતા. જો કે આ ઘટનામાં બે યુવકના મોત થયા હતા.

શોકનું મોજુ ફરી વળ્યું

મામલાની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે. તહેવારના દિવસે જ આ ઘટના બનતા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.



આ પણ વાંચો----     Ahmedabad ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા, ચર્ચાસ્પદ ધમકીભર્યા મેઈલ કેસમાં આરોપીને પશ્ચિમ બંગાળથી દબોચી લેવામાં આવ્યો

  • Follow us on: