સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં રહેલા 7 વર્ષની દીકરીના દીક્ષા ગ્રહણ કરવાના મામલે આખરે સુખદ અંત આવ્યો છે. સુરતની ફેમિલી કોર્ટમાં આ કેસમાં કાયદાકીય લડાઇ લડવાને બદલે માતા પિતાએ પરસ્પર સમજૂતી સાધીને સમાધાનનો માર્ગ અપનાવ્યો છે. આ સાથે જ દીકરીની દીક્ષા હાલ પૂરતી સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હાલ દીકરીને નહી અપાય દીક્ષા
મળતી માહિતી પ્રમાણે થોડાં સમય પહેલાં 7 વર્ષની બાળકીને દીક્ષા અપાવવા મુદ્દે તેના માતા પિતા વચ્ચે મતભેદ સર્જાયા હતા. પત્ની દીકરીને દીક્ષા અપાવવા માગતી હતી, જ્યારે પિતાએ આટલી નાની ઉંમરે દીક્ષા આપવાને લઇને વિરોધ કર્યો હતો અને સુરત ફેમિલી કોર્ટના દ્વારે ગયા હતા. પિતાની દલીલ હતી કે બાળકી હજુ સમજણી નથી, તેથી તેને સંસાર ત્યાગનો નિર્ણય યોગ્ય નથી. આ મામલે કોર્ટે અગાઉ દીક્ષા પર સ્ટે પણ આપ્યો હતો.
