સુરતમાં એક વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની મળતી માહિતી અનુસાર, સુરત શહેરના ડીંડોલી વિસ્તારમાં વિદ્યાર્થિનીએ ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. આ વિદ્યાર્થિની ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતી હતી.
આ વિદ્યાર્થિની ઘણા સમયથી હતાશ રહેતી હતી, તેવો દાવો પરિવારજનો દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે પરિવાર દ્વારા ટ્યુશન ક્લાસ સંચાલક પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જે બાદ હવે પોલીસ ટ્યુશન ક્લાસ સંચાલકની પૂછપરછ કરશે.













