કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટિલના હસ્તે 166 કરોડના ખર્ચે સાકારીત ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ પ્રોજેક્ટનું લોકાર્પણ થયું હતું.કાર્યક્રમ વેળાએ સુરત મહાનગરપાલિકા દ્વારા 173.12 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને 247.80 કરોડના કામોનું ખાતમુહૂર્ત પણ કરાયું હતું.
673.12 કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ
કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલના વરદહસ્તે સુરત મહાનગરપાલિકાના 673.12 કરોડના વિકાસકાર્યોના 15 પ્રકલ્પોના લોકાર્પણ,રૂ.247.80ના કુલ વિકાસકાર્યોના 29 પ્રકલ્પો ખાતમુર્હુત મળી રૂ.920.92 કરોડના કુલ 44 વિકાસકાર્યોના પ્રકલ્પોના લોકાર્પણ /ખાતમુહૂર્ત તેમજ Corporate Social Responsibility અંતર્ગતના પ્રકલ્પોના ખાતમુહૂર્ત, બમરોલી/ડીંડોલી ટર્શરી સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે 0.10 એમએલડી ક્ષમતાનો સુએઝ ટુ પોટેબલ વોટર પ્લાન્ટ પ્રસ્થાપિત કરવાના અને ડુમસ સી ફેસ પ્રોજેકટ ખાતે 0.10 એમએલડી ક્ષમતાનો સોલાડ ગ્રીડ બેઇઝડ હાઇબ્રીડ મોડલ ડીસેલીનેશન પ્લાનટ પ્રસ્થાપિત કરવાના પ્રકલ્પો અને વિકાસકાર્યોના લોકાર્પણ તથા ખાતમુર્હુત ડુમસ સી ફેઝ,દરિયા ગણેશ મંદિર પાસે,ડુમસ ,સુરત ખાતેથી સંપન્ન કરવામાં આવ્યું હતું.













