સુરત જિલ્લામાં ગઠિયાઓની ટોળકી ફરી એકવાર સક્રિય થઈ છે. કામરેજ ચાર રસ્તા નજીક આવેલા પાનના ગલ્લા પરથી ગઠિયાઓ દુકાનદારની નજર ચૂકવીને રોકડ રકમની ઉઠાંતરી કરીને ફરાર થઈ ગયા હતા. ચોરીની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. વીડિયો ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગઠિયાઓ કેવી ચાલાકીથી દુકાનદારનું ધ્યાન બીજે દોરીને રોકડ રકમ તફડાવે છે.


દુકાનદારની નજર ચૂકવી રોકડ રકમની કરી ઉઠાંતરી 

નોંધનીય છે કે કામરેજ તાલુકામાં એક જ અઠવાડિયામાં ઉઠાંતરીની આ બીજી ઘટના છે. અગાઉ, કામરેજના ખોલવડ ગામ પાસે પાર્ક કરેલી એક કારમાંથી પણ ગઠિયો રોકડ રકમ ભરેલી બેગ ઉઠાવીને નાસી છૂટ્યો હતો. પોલીસે CCTV ફૂટેજના આધારે બંને ઘટનાઓમાં સક્રિય ગઠિયાઓની શોધખોળ અને વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: