સુરત શહેરમાં હાલ દબાણ હટાવો ઝુંબેશ ચાલી રહી છે. જે અંતર્ગત દબાણ હટાવવા અંગેની કાર્યવાહી કરવામાં આવી છે. આવામાં પાથરણા, ફેરિયા અને ગલ્લા ચલાવતા લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. નાના ધંધાદારીઓ દ્વારા બેનરો સાથે વરાછા ઝોન ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં ઉગ્ર નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ધંધાદારીઓ દ્વારા વરાછા ઝોનના કાર્યપાલક ઈજનેરને રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆત બાદ કાર્યપાલક ઈજનેરે તપાસ કરીને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી.



દબાણ ખાતાના અધિકારી સામે મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા


સુરતમાં દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. પાથરણા, ફેરિયા દ્વારા વરાછા ઝોન ઓફિસ ખાતે આ મામલે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. વરાછા, કાપોદ્રા, સરથાણામાં દબાણ હટાવતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બેનર સાથે પાથરણાવાળાઓએ દ્વારા વિરોધ નોંધાવવામાં આવ્યો છે. વરાછા ઝોનના કાર્યપાલ ઇજનેરે આ અંગે જણાવ્યું હતું કે, રોડ પર ધંધો કરવા દેવાય તેવી રજૂઆત હતી. અધિકારીઓ સાથે ચર્ચા કરી કાર્યવાહી કરાશે. દબાણ ખાતાના અધિકારી સામે મહિલાઓ દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા.


પાથરણા, ફેરિયા અને લારીઓ વાળાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી 


મહિલા દ્વારા ગંભીર કરવામાં આવેલા આક્ષેપ અંગે દબાણ ખાતાના અધિકારી રીતેશ બ્રહ્મભટ્ટ પાસે આ મામલે 3 દિવસમાં ખુલાસો માંગ્યો છે. રીતેશ બ્રહ્મભટ્ટ પાસેથી અભદ્ર વાણી વિલાસના આક્ષેપ પર ખુલાસો માંગવામાં આવ્યો છે. જવાબ લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે, તેવી બાંહેધરી કાર્યપાલક ઈજનેર દ્વારા કરવામાં આવી છે. ઉલ્લખનીય છે કે, વરાછા ઝોન વિસ્તારમાં હાલ 0 દબાણ ઝુંબેશની કામગીરી કરવામાં આવી રહી છે. આ મામલે આજ રોજ પાથરણા, ફેરિયા અને લારીઓ વાળાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.


રીતેશ બ્રહ્મભટ્ટને ત્રણ દિવસમાં ખુલાસો આપવા માટે જણાવ્યું


કાર્યપાલક ઈજનેરે જણાવ્યું હતું કે, તેઓને રોડ ઉપર ધંધો કરવા દેવામાં આવે તેવી માંગ કરી હતી. આ મામલે ઉપરી અધિકારીઓ સાથે ચર્ચા કરીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. દબાણ ખાતાના અધિકારી રીતેશ બ્રહ્મભટ્ટ સામે પણ ફરિયાદ પાથરણા અને લારીવાળા દ્વારા કરવામાં આવી છે. જે બાબતે હિના બહેને મને ફરિયાદ કરી છે, તેઓએ તેમની સાથે અભદ્ર વાણી વિલાસ રીતે વાત કરી છે. રીતેશ બ્રહ્મભટ્ટને ત્રણ દિવસમાં ખુલાસો આપવા માટે જણાવ્યું છે. જે જવાબ લીધા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે.


આ પણ વાંચો - Morbi News: કેનાલ રોડ પર ત્રિપલ અકસ્માત, કાર, રિક્ષા અને બાઈક ટકરાતા બે લોકોના મોત



  • Follow us on: