સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા દ્વારા મોટર કાર સીરીઝનાં ગોલ્ડન અને સિલ્વર નંબરો સિરીઝ GJ05RT, GJ05RU, GJ05RV, GJ05RW, GJ05RX, GJ05RY, GJ05RZ, GJ05JT, GJ05JU, GJ05JV, GJ05JWનું રિ-ઓક્શન થશે. જે માટે રજિસ્ટ્રેશન તા.૧૨ થી ૧૪ ડિસેમ્બર સુધી અને હરાજી તા. ૧૪ થી ૧૬ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવશે. પસંદગીનો નંબર મેળવવા ઈચ્છતા વાહનમાલિકોએ તેમના વાહનોનું રજિસ્ટ્રેશન કરાવી http:/ parivahan.gov.in/fancy પર નોંધણી,યુઝર આઈ.ડી.અને પાસવર્ડ તૈયાર કરી વાહન વ્યવહાર કમિશ્નરની કચેરીની નિયત સૂચનાઓ મુજબ હરાજીમાં ભાગ લેવાનો રહેશે.
અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે.
વાહન માલિકોએ પસંદગીનો નંબર મેળવવા માટેની અરજી સેલ ઈનવોઈસની તારીખ અથવા વીમાની તારીખ એ બે માંથી જે વહેલું હોય તે તારીખથી ૭ દિવસમાં રજૂ કરવાની રહેશે. આવી અરજી કર્યાની તારીખથી ૬૦ દિવસ સુધી અમલી ગણાશે. આ રીતે ૬૦ દિવસમાં અરજદાર ચોઈસનો કોઈ નંબર નહીં મેળવે અથવા ઉપલબ્ધ નંબરોમાંથી અરજદારને પસંદગીનો નંબર ન ફાળવી શકાય તો અરજી તારીખથી ગણતાં ૬૦ દિવસે એટલે કે છેલ્લા દિવસે રજિસ્ટ્રેશન ઓથોરિટી દ્વારા રેન્ડમ પદ્ધતિથી નંબર ફાળવી દેવાશે. આ ૬૦ દિવસની મર્યાદા અરજદારને માત્ર વધુ ઓક્શનમાં ભાગ લેવાની તક આપવાના હેતુથી આપવામાં આવી છે.













