સુરતમાં દવાખાનામાં ઈન્વટરમાં બ્લાસ્ટ થયા બાદ આગ લાગી હતી. આગ લાગતાં જ દવાખાનામાં દોડધામ મચી જવા પામી હતી. ફાયર વિભાગે એક કલાકની જેહમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો.આગમાં ઈન્વેન્ટર, ટી.વી, કોમ્પ્યુટર, ફર્નિચર, પંખા, જરૂરી દસ્તાવેજ, વાયરીંગ સહિત વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી.


કામદાર વીમા યોજનાના દવાખાનામાં ઈન્વટરમાં બ્લાસ્ટ

સુરતના સચિન વિસ્તારમાં કામદાર વીમા યોજનાના દવાખાનામાં ઈન્વટરમાં બ્લાસ્ટ થયો હતો. ત્યાર બાદ આગ લાગતાં દોડધામ મચી ગઈ હતી. આગમાં ટીવી, કોમ્પ્યુટર, ફર્નિચર, પંખા સહિતની સામગ્રી બળીને ખાખ થઈ ગઈ હતી.ફાયર વિભાગ દ્વારા આગ પર કાબૂ મેળવાયો હતો.સિલિન્ડર બ્લાસ્ટ ન થતા મોટી દુર્ઘટના થતા ટળી હતી. ફાયર બ્રિગેડે સમયસર આગ પર કાબુ મેળવી લેતા ત્યાં અન્ય રૂમ અને ગ્રાઉન્ડ ફ્લોર બચી ગયો હતો.

પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી

આગની ઘટનામાં દવાખાનામાં મુકેલા ગેસ સિલિન્ડરમાં પણ ગરમી થઈ હતી. આગને બુઝાવી દેતા સિલિન્ડર બ્લાસ્ટ નહીં થતાં મોટી દુર્ઘટના ટળી ગઈ હતી. ફાયરના જવાનોએ સતત એક કલાક સુધી પાણીનો મારો ચલાવીને આગને કાબુમાં લીધી હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.


આ પણ વાંચોઃ Kachchh News: કંડલા પોર્ટ આસપાસ વહેલી સવારથી ડિમોલિશનની કામગીરી, 500 પોલીસના બંદોબસ્ત વચ્ચે દબાણો તોડાયા


  • Follow us on: